મારી ટૂંકી વાર્તાઓનું પ્રથમ પુસ્તક 'ઋણાનુબંધ - સંવેદનાની અભિવ્યક્તિ' આપ સૌ સમક્ષ રજૂ કરતાં અનહદ આનંદની અનુભૂતિ કરી રહી છું. મારા દ્વારા જોયેલા કિસ્સા, અનુભવેલા સંબંધો, જાણેલું અને જોયેલું ઘણું બધું મારા વિચારોને આધીન કંડારીને વાર્તાઓ સ્વરૂપે આપ સમક્ષ પ્રસ્તુત કરી રહી છું. વિવિધ પાત્રો એ લેખકની કલમની કરામત હોય છે. મેં મારા વિવિધ પાત્રોને મારી કલ્પનાના રંગથી નિતારીને તૈયાર કર્યા છે. એક સારો બોધ આપે અને એક પોઝિટિવ મેસેજ છોડે એવી મારી અપેક્ષાથી કામ કર્યું છે. દરેક વાર્તાની રજૂઆત અને વર્ણન એકમેકથી અલગ તેમજ અનોખા છે. એકાદ બે વાર્તામાં સત્ય ઘટનાના અંશને અર્ક તરીકે સ્વીકારીને પાત્રને મેં મારી રીતે ઘડ્યું છે. અમદાવાદની નામાંકિત શાળા 'શ્રી નારાયણ ગુરુ વિદ્યાલય' માં આસિસ્ટન્ટ ટીચર તરીકે છેલ્લા 27 વર્ષથી કાર્યરત છું. અનેકવિધ વાલીઓના સંપર્કમાં આવવાનું થાય છે. એમની સમસ્યાઓ, એમના જીવનમાં ઉદ્દભવતી બાબતો, એમને નડતરરૂપ બનતા પારિવારિક કિસ્સાઓ, એ મારી સાથે ચર્ચા કરતા હોય છે અને એમાંથી જ મને વિચાર બીજ પ્રાપ્ત થતું હોય છે. એટલું જ નહીં આજની યુવા પેઢી મોજ અને મનોરંજનની પાછળ ઘેલી બની છે. સોશિયલ મીડિયાનો બેફામ ઉપયોગ કરે છે. પોતાની જાતને પણ એ સેલિબ્રિટી જેવી રજૂ કરવા માટે મેકઅપનો, અન્ય એપનો સહારો લે છે. પોતાના જીવનના નાના નાના કિસ્સાને પબ્લિક સમક્ષ રજૂ કરી પોતે પણ એક સેલિબ્રિટી હોય એવું એ વિચારતી હોય છે. મારા યુવા વિદ્યાર્થીઓના માનસને મેં વાર્તા તરીકે વર્ણવીને ઓપ આપ્યો છે. કોઈક વાર્તાની અંદર સંસ્કારોનું ઉદ્દીપન છે, ક્યાં શિક્ષણના તેજથી પ્રજ્વલિત બની કમાતી પેઢીનો અહમ પણ દર્શાવવામાં આવ્યો છે અને એના દ્વારા જે કાર્યો થાય છે એના પરિણામમાંથી એ શીખે છે એ વસ્તુ પણ સમજાવાઈ છે. ગ્રામીણ સંસ્કૃતિની અંદર શિક્ષણ ઓછું હોય પણ સમજણ કેવી તેજ
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.