આ વાત છે ૧૯મી ડિસેમ્બર, ૨૦૨૨ની. સવારે ઘરનું બધું કામ આટોપી હું હજુ ફ્રી જ થઈ હતી. હંમેશાં લખવાની આદતથી ટેવાયેલી હું, જેવી ફ્રી થતી કે તરત કાગળ 'ને કલમ હાથમાં આવી જ જતી! મા સરસ્વતીની કૃપાથી જેવી કલમ હાથમાં લીધી કે તરત એક પ્લૉટ સ્ફુર્યો જે લાઘવિકા લખવા માટે જન્મેલો હતો. હું જ્યારે લાઘવિકા લખી રહી હતી ત્યારે શબ્દો ૧૫૦થી વધી ગયા અને શબ્દો જ્યારે ઘટાડવાની કોશિશ કરવા લાગી ત્યારે ભીતરથી એક પ્રેરણા થઈ કે "આ વાર્તા શબ્દો ઘટાડવા માટે નહીં, પરંતુ શબ્દો વધારવા માટે જન્મી છે!" આ લાઘવિકા ખરેખર એક નવલકથા માટે જ જન્મી હતી. ત્યારબાદ આ લાઘવિકાને નવલકથા સ્વરૂપે લખવાની તડામાર તૈયારી મેં હાથ ધરી. ૧૯મી ડિસેમ્બરે શરૂ કરેલી લાઘવિકા તો મેં ૨૧ ડિસેમ્બરે પૂરી કરી, પરંતુ પ્લૉટ તો આખો ઘટનાક્રમ મુજબ તૈયાર જ હતો તો પછી "લખવામાં વાર શું?" એમ વિચારી લાઘવિકા લખવાની સાથે જ ૨૦મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ આ નવલકથા લખવાનું પણ શરૂ કર્યું જે ૨૧મી ડિસેમ્બર, ૨૦૨૨ના રોજ કાગળ પર રફ્લી પૂર્ણ થયું. ટાઇપિંગ કરવામાં, વાર્તાને મઠારવામાં, પ્રૂફ રીડિંગ કરવામાં થોડો સમય લાગ્યો અને અંતે બધા ફેરફારો બાદ ૨૭મી માર્ચ, ૨૦૨૩ના રોજ આ નવલકથાનો સંપૂર્ણ રીતે જન્મ થયો. ૧૪મી એપ્રિલ, ૨૦૨૩ના જ્યારે હું પ્રકાશકને મોકલવા ફાઇલ તૈયાર કરતી હતી ત્યારે મને લાગ્યું હજુ અંતમાં ઘણી નવી મરોડ આપી શકાય તેમ છે. જીવનસાથી સાથે જ્યારે મને સૂઝેલ બે નવા ચોટદાર વળાંકની ચર્ચા કરી તો તે બેમાંથી એક વળાંકને તે એક નવા જ વળાંક પર લઈ ગયા અને બીજો વળાંક તેમણે અને મારી નાની બહેને એકદમ વધાવી લીધો. જે બન્ને વળાંક સાથે ૧૬મી એપ્રિલ, ૨૦૨૩ના આ નવલકથા એક નવાં જ સ્વરૂપે જન્મી. નવલકથાનું રહસ્ય ખોલતો અંત વાચકોને ખરેખર ચોકાવી દેશે. જેમ ઘરતીનાં પેટા
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.