તાજા કલામને સલામ (આસ્વાદ કાવ્યસંગ્રહ) સાહિત્યના ડાયસ્પોરા સર્જક જયશ્રી મરચંટ, દેવિકા ધ્રુવ અને સપના વિજાપુરા દ્વારા દશ કવયિત્રીઓની ગઝલ, કવિતા અને ગીત મંગાવીને તેનાં આસ્વાદ કરવામાં આવ્યા છે. જેમાં અંજના ગોસ્વામી 'અંજુમ આનંદ', પારુલ અરવિંદ બારોટ, ભારતી વોરા 'સ્વરા', ડૉ. ભૂમા વશી, મનીષા શાહ 'મોસમ', મેઘા જોષી, રીન્કુ રાઠોડ 'સર્વરી', શબનમ ખોજા, શિલ્પા શેઠ 'શિલ્પ' અને હિમાદ્રી આચાર્ય દવેની રચનાઓનો સમાવેશ તાજા કલામને સલામ (આસ્વાદ કાવ્યસંગ્રહ)માં કરવામાં આવ્યો છે. જેમાં પુસ્તકના પ્રકાશન સમયે પન્ના નાયક અને અનિલ ચાવડા દ્વારા શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.