આ રહસ્ય કથામાં વૈજ્ઞાનિક અભિગમ છે. નામ પ્રમાણે "દૃશ્ય-અદૃશ્ય" સાથે જોડાયેલ છે,પણ અહીં પારસમણિ કે જાદુઈ ચિરાગથી અદૃશ્ય થવાની વાત નથી. વૈજ્ઞાનિક સિદ્ધાંતો,શોધનો અભિગમ છે. પ્રેમકથા પણ છે,દેશપ્રેમ પણ છે. સતનો અસત પર વિજય પણ છે. સદાય પડકાર ઝીલી લેવાની ઝીંદાદીલીથી સભર, ભારતના શાતિર જાસૂસોને પણ ગૌરવ પ્રદાન કરેલ છે. રહસ્યકથામાં પહેલાં પ્રકરણથી જિજ્ઞાસા ઉદ્દભવે છે અને પ્રકરણ પૂરું થયે,હવે પછીનું પ્રકરણ વાંચવાની ઇન્તેજારી રહે છે. ગોપિત રહસ્યના તાણાવાણા સાથે સનસનાટીનું પોત વણાતું જાય છે. એક જિજ્ઞાસા પુરી થાય ત્યાં 'હવે શું ?'ની નવી ચટપટી જગાવે છે. આ લઘુનવલ સ્ટૅટ બૅન્કના પેન્શનર્સ પરિવારના વહાટ્સપ પ્લેટફોર્મ, ડિજિટલ દૈનિક સામાયિક'વિસ્મય'માં ધારાવાહિક રૂપે પ્રગટ થઈ, જે ફેસબુક થકી વિશ્વના સમગ્ર સાહિત્ય જગત માટે ઉપલબ્ધ બની રહી. એ સમયના વાંચકો,ભાવકોમાં'દૃશ્ય-અદૃશ્ય'એ સારી એવી ઉત્સુકતા જગાડેલી, જે એના પ્રતિભાવોથી, એની લોકપ્રિયતાની સાક્ષી પૂરે છે.
Bitte wählen Sie Ihr Anliegen aus.
Rechnungen
Retourenschein anfordern
Bestellstatus
Storno