વિચારોની ભૂમિમાં, શબ્દોનાં વાવેતર કરીને કલ્પનાનાં જળનું સિંચન કરતાં શાયરીની કુંપળ ફૂટી, ભજનોનાં ફૂલ ખીલ્યાં ને રચનાઓના ડૂંડા પાક્યા, પછી તો મા શારદાની કૃપાની અનુકૂળ વર્ષા થતાં પાકના ઉભા મોલ સમી નવલકથાનું સર્જન થયું ત્યારે તો જેમ લીલાછમ ખેતર જોઈ ભૂમિપુત્ર હરખાય તેમ આ બાગાયતી હૈયું બાગબાગ થઈ ગયું. જીવનમાં લહેરાતાં આ પ્રથમ મોલની વૈશાખી આપ સૌ સાથે ઉજવીને મારાં આનંદને ચરમસીમાએ પહોંચાડી રહી છું. તેમજ મારાં જીવનની પ્રથમ નવલકથા મા સરસ્વતીને ચરણે ધરી રહી છું. જેમાં અનેક આફતને અવસરમાં ફેરવનાર નાયિકા, સૌંદર્યા શ્રદ્ધા અને વિશ્વાસના હલેસાં વડે તેમજ હૈયાની હામ વડે ખરાબે ચડેલી પોતાની જીવનનાવને કઈ રીતે પાર ઉતારે છે તેની સંઘર્ષ કથા છે. નાયિકા સૌંદર્યા, નાયક સોહેલ અને ખલનાયિકા મોનિકા દરેકની પોતપોતાની આગવી તડપ છે જેઓ તેમના ધ્યેય માટે કંઈ પણ કરવા તૈયાર કરે છે! તો વાંચો પ્રેમ, પ્રણય ત્રિકોણ, સંઘર્ષ, કાવા દાવા અને અને નફરતના ભાવોથી ઉમટતી નવલકથા "પ્રેમની તડપ".
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.