24,99 €
inkl. MwSt.

Versandfertig in über 4 Wochen
payback
12 °P sammeln
  • Broschiertes Buch

સર્જક રમણલાલને સલામ કરવાનું મન એ બાબતે થાય છે કે તેમણે ગુજરાતી બાળકોને પરિઓના દેશમાંથી, રાક્ષસોના પંજામાંથી, વાઘ-સિંહના મોં માંથી, ડોશીની દાબડી અને જાદુઈ લાકડીના ઉડન ખટોલામાંથી બહાર કાઢીને વાસ્તવિક્તાની ધરતી પર વિચરણ કરાવ્યું છે. હા ! આટલું ખરું કે કલ્પનાજન્ય બાબતોનો સહારો જરૂર લીધો છે; પણ વિમાનને take OFF કરાવવા જેટલો જ! આ વાર્તાઓમાં પંચતંત્ર હિતોપદેશની શૈલી, ઔપનિષદિક જિજ્ઞાસાવૃત્તિ જાતક કથાઓની છાંટ, પુરાણોના મિથકનો વિનિયોગ જોવા મળે છે. સંગ્રહની મોટાભાગની વાર્તાઓના મંડાણ રસિકદાદાના પીપળાના ઓટલે થાય છે. પછી પ્રદેશ-દેશ-વિશ્વની ભૂગોળ અને તેમના લસરકા જેવા જ્ઞાન વિજ્ઞાન અને સામાજિક સંદર્ભોને…mehr

Produktbeschreibung
સર્જક રમણલાલને સલામ કરવાનું મન એ બાબતે થાય છે કે તેમણે ગુજરાતી બાળકોને પરિઓના દેશમાંથી, રાક્ષસોના પંજામાંથી, વાઘ-સિંહના મોં માંથી, ડોશીની દાબડી અને જાદુઈ લાકડીના ઉડન ખટોલામાંથી બહાર કાઢીને વાસ્તવિક્તાની ધરતી પર વિચરણ કરાવ્યું છે. હા ! આટલું ખરું કે કલ્પનાજન્ય બાબતોનો સહારો જરૂર લીધો છે; પણ વિમાનને take OFF કરાવવા જેટલો જ! આ વાર્તાઓમાં પંચતંત્ર હિતોપદેશની શૈલી, ઔપનિષદિક જિજ્ઞાસાવૃત્તિ જાતક કથાઓની છાંટ, પુરાણોના મિથકનો વિનિયોગ જોવા મળે છે. સંગ્રહની મોટાભાગની વાર્તાઓના મંડાણ રસિકદાદાના પીપળાના ઓટલે થાય છે. પછી પ્રદેશ-દેશ-વિશ્વની ભૂગોળ અને તેમના લસરકા જેવા જ્ઞાન વિજ્ઞાન અને સામાજિક સંદર્ભોને સ્પર્શતી સ્પર્શતી સુખાંત પામે છે. મસ્તરામની વાર્તાસૃષ્ટિ પર નજર ફેરવીએ તો - 'પ્રાણી ભારત રત્ન અને પદ્મભૂષણ સન્માન ભાગ એક થી ત્રણ' માં પસાર થતાની સાથે જ એક પ્રતીતિ જરૂર થાય કે આજે પણ મનુષ્યજાતિને માર્ગદર્શન આપવા પ્રાણીઓથી વધારે હાથવગું ઉપકરણ એકપણ નથી. આ વાર્તામાં ગેંડા મુખમાં મુકાયેલો એક સંવાદ માણીએ - "આપણે ક્યાં આલીશાન બંગલામાં રહેવું છે? કે આપણે ક્યાં સોના-ચાંદી, હીરા-માણેક કે મોતીના શણગાર સજવા છે? આપણે તો સોનું યા માટી, હીરા અને પથરા બધું જ સરખું લાગે છે. બીજી એક વાત આપણા બરાબર નાક ઉપર ભગવાને શિંગડું આપ્યું છે, છતાં આપણે ક્યારેય ભગવાનને ફરિયાદ કરી ખરી?"
Hinweis: Dieser Artikel kann nur an eine deutsche Lieferadresse ausgeliefert werden.