"આ કથા એટલે રહસ્યની રોમાંચક અનુભૂતિ . જીગઝો પઝલની જેમ લખાયેલી આ નવલકથા તમને આરંભથી અંત સુધી રહસ્યની એક જુદી જ દુનિયામાં લઇ જશે. રહસ્યકથાનો અર્થ હંમેંશા ભેદી સંદૂક કે સળગતી ખોપરી માત્ર નથી . માનવમન સ્વયં રહસ્યમય છે. આજના સંકુલ બનતા જતા જીવનની ભીંસમાં વીખરાઇ જતાં માનવસંબંધોનાં તાણાવાણા મેળવવા, ઉકેલવા એ પણ રહયસ્યકથાનું કામ છે. લેખિકાની દરેક રહસ્યકથામાં જુદી જુદી રીતે રહસ્ય વાર્તાનાં પોતમાં વણાય છે. ક્ષિતિજ અંધ યુવાન છે, માતાપિતા અને વિઑધવા ફોઇનો લાડીલો છે. પણ ક્ષિતિજને દુખ એ છે કે એને પ્રેમથી એની અંધત્વની દુનિયામાં કેદ કરી દીધો છે. એનું રક્ષણ કરવા એને માટે દુનિયાનાં દરવાજા વાસી દીધા છે. અને એની અંધકારની દુનિયામાં તાજી હવાની લહેરની જેમ કાનુનો પ્રવેશ થાય છે .એ ધીમે ધીમે એને બહારની દુનિયાનું સપનું બતાવે છે. અચાનક ઇનસ્પેક્ટરનો પ્રવેશ .જે બંગલામાં ક્ષિતિજનાં પિતા પરિવાર સાથે રહે છે ,એ બંગલાનાં મૂળ માલિક લલિતામાસીનું ખૂન થાય છે .ઇનસ્પેક્ટર પરિવારના દરેક સભ્યની પૂછપરછ કરે છે , તે ક્યાં હતા શું કરતાહતા વ. દરેક વ્યક્તિ જવાબ આપે છે અને ક્ષિતિજ જવાબ સાંભળતા વિચારે છે ,આ જવાબ સાચો નથી ,મેં તો ત્યારે જુદા જ પગલાંનો અવાજ સાંભળ્યો હતો ! ક્ષિતિજની દ્રષ્ટિહીન દુનિયામાં અવાજનું જ મહત્વ છે ,અવાજની એક લિપિ છે જે એ ઉકેલે છે. અવાજને એક આકાર પણ હોય છે ને! એ માત્ર સવાલજવાબની વચ્ચેની ખાલી જગ્યામાંથી , આસપાસ બનતી ઘટનાઓનાં અવાજમાંથી ખૂની કોણ છે તે મનોમન શોંધી કાઢે છે.ઇનસ્પેક્ટરને ખાનગીમાં કહે છે ,આજે રાત્રે તમે અહી ડ્રોઇંગરુમમાં આવજો તમારો ખૂની તમને મળી જશે. ઇનસ્પેક્ટર નવાઇ પામે છે ,પણ ખરેખર એ જ સમયે ત્યાં એને ખૂની મળે છે. વાર્તા જીગઝો પઝલના ટૂકડાની જેમ એક પછી એક ખૂટતો ટૂકડો ગોંઠવતાં જઇ અચાનક અણધાર્યા અંત સુધી લઇ જાય છે.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.