ગુજરાતી ભાષામાં પ્રશિષ્ટ (ક્લાસિક) ગણાય એવી જે ગણીગાંઠી કૃતિઓ પ્રગટ થઈ છે એમાં સર રમણભાઈ મહીપતરામ નીલકંઠ કૃત 'ભદ્રંભદ્ર'નું સ્થાન વિરલ છે. સનાતની, અંધશ્રદ્ધાળુ, જુનવાણી, પ્રગતિવિરોધી તત્ત્વોની ઠેકડી ઉડાડતી આ કૃતિના કથાવસ્તુને આજે ઘણા લોકો સંદર્ભબાહ્ય ગણાવવા પ્રેરાય છે; પરંતુ અમુક હાસ્યાસ્પદ અને ક્ષુલ્લક આગ્રહોને જીવન-મરણનો પ્રશ્ન બનાવીને ગંભીરતાથી વળગી રહેતાં તત્ત્વો યુગેયુગે પ્રગટતાં જ રહે છે. આવાં ડોળઘાલુ તત્ત્વોની પર્દાફાશ કરતી આ કૃતિની સાર્થકતા, આમ, શાશ્વત છે.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.