માનવ સ્વભાવના અધ્યેતા, માનવ પ્રશિક્ષક, પ્રેરક તેમજ લેખક સૂર્યા સિન્હાની આ પુસ્તક 'મનને જીતો મેળવો જીત'માં ખૂબ ઝીણવટથી માનવ મનને શોધવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. માનવ મનના બંને ભાગ ચેતન મન અને અવચેતન મનનું આપણા જીવનમાં કેટલું મોટું યોગદાન છે, એ આપણાં જીવનમાં પળ-પળ ઘટિત થઈ રહેલા ક્રિયા-કલાપોમાં કેટલી મહત્ત્વની ભૂમિકા નિભાવે છે, એનું વ્યાપક વર્ણન આ પુસ્તકમાં કરવામાં આવ્યું છે. પુસ્તકમાં મનુષ્યની ઘણી બધી શંકાઓ, સમસ્યાઓ, એમની ઉત્સુકતાઓ, જીવનમાં થવાવાળી પરિસ્થિતિજન્ય સમસ્યાઓ અને મુશ્કેલીઓના નિરાકરણ પણ પુસ્તકમાં પ્રસ્તુત કરવામાં આવ્યા છે. અમારો વિશ્વાસ છે કે આ પુસ્તક આપણાં જીવનમાં પહેલાંથી જ જોડાયેલી તથા આવવાવાળી બધી સમસ્યાઓનું સમાધાન શોધવામાં લોકોનું ભરપૂર માર્ગદર્શન કરશે અને એમના જીવનમાં ક્રાંતિકારી બદલાવ લાવવા તથા એમના જીવનસ્તરને પહેલાં કરતાં ક્યાંય વધારે પ્રગતિશીલ તેમજ ઉત્તમ બનાવવામાં એમની મદદ કરશે.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.