પ્રેમચંદે હિન્દી વાર્તાઓને નિશ્ચિત પરિપ્રેક્ષ્ય અને કલાત્મક આધાર આપ્યો. એમની વાર્તાઓ પરિવેશ વણે છે. પાત્ર પસંદ કરે છે. એના સંવાદ બિલ્કુલ એ જ ભાવ-ભૂમિ માટે લેવામાં આવે છે, જે ભાવ-ભૂમિમાં ઘટના ઘટી રહી છે. આથી વાચક વાર્તાની સાથે જોડાઈ જાય છે. પ્રેમચંદ યથાર્થવાદી વાર્તાકાર છે, પરંતુ તેઓ ઘટનાને જેમની તેમ લખવાને વાર્તા નથી માનતા. આ જ કારણ છે કે એમની વાર્તાઓમાં આદર્શ અને યથાર્થનો ગંગા-યમુનાનો સંગમ છે. કથાકારના રૃપમાં પ્રેમચંદ પોતાના જીવનકાળમાં જ કિંવદંતી બની ગયા હતા. એમણે મુખ્યતઃ ગ્રામીણ તેમજ નાગરિક સામાજિક જીવનને વાર્તાઓનો વિષય બનાવ્યો. એમની કથાયાત્રામાં શ્રમિક વિકાસના લક્ષણ સ્પષ્ટ છે, આ વિકાસ વસ્તુ વિચાર, અનુભવ તથા શિલ્પ બધા સ્તરો પર અનુભવ કરી શકાય છે. એમનો માનવતાવાદ અમૂર્ત ભાવાત્મક નહીં, પરંતુ સુસંગત યથાર્થવાદ છે.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.