Schade – dieser Artikel ist leider ausverkauft. Sobald wir wissen, ob und wann der Artikel wieder verfügbar ist, informieren wir Sie an dieser Stelle.
  • Hörbuch-Download MP3

ગુજરાતી વર્તમાન સાહિત્યની એક અજોડ મોર્ડન ક્લાસિક કહી શકાય એવી બેસ્ટ-સેલર નવલકથા એટલે વિશ્વમાનવ. આ નવલકથા ગુજરાતી બેસ્ટ-સેલર લેખક જીતેશ દોંગાની પહેલી નવલકથા છે. ૨૦૧૪માં પ્રકાશિત થયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં ૬૦૦૦થી પણ વધુ નકલ વેંચાઈ ચુકી છે. રૂમી નામના એક બાળકની આ સફર છે. લેખક જીતેશ દોંગાની નવલકથાઓનું સૌથી શ્રેષ્ઠ પાસું છે એમનું વર્ણન, વાર્તા, અને સત્ય! આ નવલકથા એક એવા ગાંડા બાળકની વાર્તા છે જેનું મગજ શૂન્ય છે. જે ગાંડું બાળક કચરામાં પડ્યું-પડ્યું પ્લાસ્ટિક ખાતું હોય અને એ બાળક જો પોતાના આત્મ-અવાજને સાંભળીને એક દિવસ દુનિયાનું સૌથી મહાન બાળક બને -- એ વાર્તા જ વાંચકોના હૃદયને દ્રવી ઉઠાડે છે. આ…mehr

Produktbeschreibung
ગુજરાતી વર્તમાન સાહિત્યની એક અજોડ મોર્ડન ક્લાસિક કહી શકાય એવી બેસ્ટ-સેલર નવલકથા એટલે વિશ્વમાનવ. આ નવલકથા ગુજરાતી બેસ્ટ-સેલર લેખક જીતેશ દોંગાની પહેલી નવલકથા છે. ૨૦૧૪માં પ્રકાશિત થયેલી આ નવલકથાની અત્યાર સુધીમાં ૬૦૦૦થી પણ વધુ નકલ વેંચાઈ ચુકી છે. રૂમી નામના એક બાળકની આ સફર છે. લેખક જીતેશ દોંગાની નવલકથાઓનું સૌથી શ્રેષ્ઠ પાસું છે એમનું વર્ણન, વાર્તા, અને સત્ય! આ નવલકથા એક એવા ગાંડા બાળકની વાર્તા છે જેનું મગજ શૂન્ય છે. જે ગાંડું બાળક કચરામાં પડ્યું-પડ્યું પ્લાસ્ટિક ખાતું હોય અને એ બાળક જો પોતાના આત્મ-અવાજને સાંભળીને એક દિવસ દુનિયાનું સૌથી મહાન બાળક બને -- એ વાર્તા જ વાંચકોના હૃદયને દ્રવી ઉઠાડે છે. આ નવલકથાના પાત્રો માત્ર ચાર છે. પ્રકરણ માત્ર ચાર છે. પરંતુ એની અંદરની ઘટનાઓ એવી છે જે ચાલીસ વર્ષ સુધી પણ વાંચકના મનમાંથી જાય નહીં. તમારી આંતરિક દ્રષ્ટિને એ જડમૂળમાંથી બદલાવી નાખે છે. આ તોફાન મચાવતી વાર્તા છે. એવા પણ કિસ્સા બનેલા છે કે વિશ્વમાનવ વાંચીને વાંચક બે-બે રાત્રી સુધી સુઈ ના શક્યા હોય. જીતેશ દોંગાની બે નવલકથાઓ "વિશ્વમાનવ" અને "નોર્થપોલ" ગુજરાતી સાહિત્યમાં અમર રહેશે. આપના પ્રિયજનને ગીફ્ટ કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ પુસ્તક એટલે વિશ્વમાનવ.

Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.