' સાત વખત પડો તેમજ આઠમી વખત ઊભા થઈ જાઓ'' - જાપાની કહેવત અહીંયા તમે છો અને ત્યાં સફળતા છે અને આ સત્ય બંનેની વચ્ચેનું અંતર છે. તમે આ ખાઈને કેવી રીતે ભરશો? શું ફક્ત અથાગ પરિશ્રમ જ પૂરતો છે? શું ભાગ્ય પર ભરોસો કરવો જરૃરી છે? આના જવાબ ક્યાં મળી શકે છે? શિશિર શ્રીવાસ્તવ કહે છે, ''પોતાની અંદર જુઓ.'' આપણે આપણી અંદર છુપાયેલી આઠ શક્તિઓને ઓળખીને, એનો ભરપૂર પ્રયોગ કરવો પડશે. ત્યારે જ સફળતા, પ્રસન્નતા તેમજ ધન તમારા થઈ શકે છે. એ વિશ્વાસથી શરૃ કરો કે સફળતા પ્રત્યેક માટે શક્ય છે. '' તમારી અંદર છુપાયેલી સફળતા મેળવવાની 8 શક્તિઓ'' સફળતાના માર્ગનું માર્ગદર્શન કરવાવાળી આ પુસ્તક બતાવે છે કે તમે કઈ રીતે પોતાની સૂઈ રહેલી શક્તિઓને જાગૃત કરી શકો છો. તમે જ એને લક્ષ્ય પ્રાપ્તિની દિશામાં મોકલી શકો છો. આ સશક્ત અભ્યાસ તમારી કલ્પનાની શક્તિ, શબ્દો, આત્મવિશ્વાસ, લક્ષ્ય નિર્ધારણ, એકાગ્રતા, સંકલ્પશક્તિ, કર્મ અને પ્રેમના માધ્યમથી તમારી પૂર્ણ શક્યતાઓને પ્રગટ કરવામાં મદદરૃપ થશે. પોતાની અંદર છુપાયેલી આઠ શક્તિઓના વધારેમાં વધારે ઉપયોગથી તમે પણ ચમત્કાર કરી શકો છો.
Dieser Download kann aus rechtlichen Gründen nur mit Rechnungsadresse in A, D ausgeliefert werden.